ખરજવું જળમૂળ થી થશે દુર માત્ર આ સામાન્ય ઘરેલું ઉપચાર થી

ખરજવું એ ચામડી પર થતો રોગ છે. તેને ખુબજ ગંભીર માનવામાં આવે છે. જેને ખરજવું થયેલ હોય એને હમેશા ખંજવાળ આવ્યા કરે છે અને ખંજવાળવા થી બળતરા થયા કરે છે. અને ક્યારેક તે પાકે પણ છે. ખંજવાળ આવે અને ખંજવાળ કર્યા વગર રહી નથી શકાતું અને ખુબજ હેરાન થઇ જવાય છે.

જાણો કેમ થાય છે ખરજવું
આ સમસ્યા ખાસ કરીને કેમિકલ યુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે. તેમા સાબૂ, ચૂનો, ડિટર્જન્ટનો વધારે ઉપયોગ, પીરિયડ્સની સમસ્યા, કબજિયાત પણ સામેલ છે. તે સિવાય તમે જે લોકોને પહેલાથી જ દાદર, ખરજવું હોય તે લોકોના કપડા પહેરવાથી પણ ચેપ લાગી શકે છે.

અહિયાં અમે ખરજવા જેવી ચામડી ની ભયંકર બીમારીથી રાહત મેળવવા માટે કેટલાક ઘરે આરામથી કરી શકાય એવા ઉપાય જણાવીશું જેનાથી તમને રાહત મળી શકે અથવા તમે બીજા કોઈને મદદ કરી શકો. તો ચાલો જાણીએ એ ઉપચારો કેવી રીતે

દાડમ ના પાન
દાડમ ના ૪ થી ૫ પાન લઇ ને બરાબર પીસી લો. અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ખરજવા પર નિયમિત લગાડવાથી રાહત મળે છે.

લીમડાનું તેલ
લીમડાનું તેલ એક જડીબુટી સમાન છે. લીમડાનું તેલ ત્વચાને પુરતો ભેજ પ્રદાન કરે છે. ખરજવાની દવા માટે તમે 1/4 જૈતુનનું તેલ લઇઅને તેમા 10-12 ટીંપા લીમડાનું તેલ ભેળવી અને ખરજવા પર લગાવો. જેનાથી થોડાક દિવસમાં જ ખરજવાની સમસ્યાથી રાહત મળશે.

એલોવેરા
એલોવેરા ત્વચાને ખુબજ તાજગી આપે છે. ખ્ર્જ્વાને કારણે ત્વચા સુસ્ક થઇ જાય છે. જેને પુરતો ભેજ આપવામાં મદદ કરે છે. વિટામિન ઇના તેલની સાથે મિક્ષ કરી ને એલોવેરા નો ઉપયોગ કરવાથી ખંજવાળની સમસ્યા થી છુકારો મળે છે. તે ત્વચાને પોષણ આપે છે તથા ઘાવ રુજવા માં પણ મદદ કરે છે. ઉપયોગ માટે એલોવેરા જેલમાં વિટામિન ઇનું તેલ ભેળવો અને તેને ખરજવા પર લગાવો.

મધ અને તજ
ચાર ચમચી મધ અને ચાર ચમચી તજનો પાઉડર લો તેને બરાબર ભેળવીનેકરીને પેસ્ટ બનાવી લો. જ્યાં ખરજવું થયું હોય તે જગ્યા બરાબર સાફ કરીને તેની પર આ પેસ્ટ લગાવો. સૂકાઇ ગયા પછી તેને પાણીથી સાફ કરી લો. ચાર દિવસ આ પ્રક્રિયા કરવાથી ખરજવુ જડમૂળથી દૂર થાય છે. મધ ત્વચાની બળતરાને ઓછી કરે છે. અને ઠંડક આપે છે. તેમજ તજમાં પણ એન્ટીમાઇક્રોબાયલ એજેન્ટ હોય છે. તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે તથા તેમા એન્ટી ઇન્ફેલેમેટરી ગુણ રહેલા છે.

સિંધા લૂણ અને ગાજર
સિંધા લૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવો. આવું એક અઠવાડિયું કરવાથી ખરજવું મૂળ થી નાશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *